આપણે હંમેશા આપણું ઘર એકદમ સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માંગતા હોઈએ છીએ. એવું પણ ઈચ્છીએ છીએ કે ક્યારેક કોઈ કુદરતી આપત્તિનો ભોગ આપણું ઘર ન બને. આ માટે અનેક ઉપાયો પણ કરીએ છીએ. આપણું ઘર જમીન સાથે જોડાયેલું હોય છે. પરંતુ તમને જો ખબર  પડે કે દુનિયામાં એક ગામ એવું પણ છે જે સમુદ્રમાં તરે છે, જેના લોકોએ જમીન જોઈ સુદ્ધા નથી તો શું લાગે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાના શક્તિશાળી દેશોમાં ચીનની પણ ગણતરી થાય છે. આ ચીનમાં એક ગામ એવું પણ છે જે પાણી પર તરે છે. ચીનના નિંગડે સિટીમાં આવેલું એક ગામ એવું છે જે સમુદ્રમાં તરે છે. દુનિયાનું એક માત્ર ગામડું છે જે આખુ સમુદ્રની સપાટી પર વસેલું છે. 


આ 7 વર્ષના માસૂમ બાળકને મારી નાખવા ધમપછાડા કરી રહ્યું છે તાલિબાન, જાણો કારણ 


1300 વર્ષ જૂનું ગામ
ચીનનું આ ગામ 1300 વર્ષ જૂનું છે. આજે પણ આ ગામડામાં લગભગ 8500 લોકો રહે છે. આ તરતા ગામમાં રહેતા બધા લોકો માછીમારો છે, જેમને ટાંકા કહેવાય છે. આ માછીમારોની કહાની પણ રસપ્રદ છે. ચીનમાં લગભગ અનેક વર્ષો પહેલા ટાંકા જાતિના લોકો તે સમયે રાજાઓથી ખુબ પરેશાન હતાં જેના કારણે માછીમારોએ પોતાના ઘર સમુદ્રની વચ્ચે વસાવવા પડ્યાં. 


અહીં બટાકા, દૂધના ભાવ સાંભળશો તો હોશ ઉડી જશે, કિલો ચોખા માટે થાય છે હત્યા


નાવડીઓના મકાનમાં રહે છે
આ માછીમારો ચીનમાં પોતાના પરિવાર સાથે પરંપરાગત નાવડીઓના મકાનમાં રહે છે. તેમના મકાન પણ જોવામાં ખુબ જ સુંદર હોય છે. સમુદ્રી માછીમારોનું આ ગામ ચીનના ફૂજિયાન રાજ્યમાં નિંગડે સિટી પાસે સમુદ્રમાં તરતું જોવા મળે છે. આ માછીમારોને જિપ્સીઝ ઓફ ધી સી પણ કહેવાય છે. આ લોકો ન તો કિનારા પર આવે છે અને ન તો સમુદ્રની બહારના લોકો સાથે કોઈ સંબંધ રાખે છે. 


જિપ્સીઝ ઓફ ધ સી
એવું કહેવાય છે કે જ્યારે ચીનમાં ઈસવીસન 700 વર્ષ પૂર્વે તાંગ રાજવંશનું શાસન હતું. તે સમયે ટાંકા જનજાતિ સમૂહના લોકો યુદ્ધથી બચવા માટે સમુદ્રમાં નાવડીઓના ઘર બનાવીને રહેવા લાગ્યાં. ત્યારથી આ લોકોને જિપ્સીઝ ઓફ ધ સી કહેવાય છે. તેઓ ક્યારેક ક્યારેક જ ધરતી પર પગ મૂકે છે. 


વિદેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...